નર્મદાના રામભક્તે ગલગોટાના રોપાઓ દ્વારા જયશ્રી રામ લખી આસ્થા વ્યક્ત કરી
Live TV
-
નવા વાવેતરમાં ગલગોટાના રોપાઓથી જયશ્રી રામ ઉપસી આવ્યું
આજે અયોધ્યામાં ભવ્ય રામમંદિરના નિર્માણ માટે શિલાન્યાસ થવા જઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશ સહિત ગુજરાતમાં પણ અનોખો ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે.. ત્યારે નર્મદા જિલ્લાના સમરીયા ગામે એક રામ ભક્ત ખેડૂતે પોતાના અઢી એકરના ખેતરમાં ખેતીકાર્ય કરતાં ગલગોટાના રોપાઓ દ્વારા જયશ્રી રામ લખીને ભગવાન રામ પ્રત્યેની આસ્થા વ્યક્ત કરી છે. ઉપેન્દ્રસિંહ ગોહિલ નામના આ ખેડૂતે બે મહિના પહેલાં પોતાના ખેતરમાં ગલગોટા ફુલના રોપાઓથી શ્રીરામ લખવાનું વિચાર્યું હતું જે અંતર્ગત નવા વાવેતરમાં ગલગોટાના રોપાઓથી જયશ્રી રામ ઉપસી આવ્યું છે.. જ્યારે 100 x 100ના પ્લોટમાં ધનુષબાણ બનાવ્યું છે. ત્યારે ખુશખુશાલ રામભક્ત ખેડૂતે પોતાના ખેતરના ફૂલ આયોધ્યાના રામ મંદિરમાં ભગવાનના ચરણોમાં ચઢે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે...
