Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી : કોરોના મહામારીમાં ગરીબ પરિવારો સુધી ટિફિન સર્વિસ પૂરી પાડતી સેવાભાવી સંસ્થા

Live TV

X
  • અત્યાર સુધીમાં 84 હજારથી વધુ ટિફિન સર્વિસ ઘરે ઘરે જઈને પુરી પાડવામાં આવી છે

    અંકિત ચૌહાણ,અરવલ્લી : મોડાસામાં સમાજસેવી સંસ્થા એવી મોહદ્દીષે આઝમ મિશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી રહી છે, મોડાસા શહેરમાં કોરોનાના વધતા કેસ વચ્ચે ત્રણસો થી વઘારે કાર્યકર્તાઓ દ્વારા લોકોને મદદ પુરી પાડવામાં આવી રહી છે, જનતા કર્ફ્યુથી લઇને અત્યારસુધીમાં ગરીબ પરિવારો સુધી ચોર્યાશી હજાર કરતા વધારે ટિફિન સર્વિસ ઘરે ઘરે જઇને પુરી પાડવામાં આવી છે, એટલું જ નહીં કન્ટેન્ટમેન્ટ એરિયામાં સંસ્થાના વોલિન્ટિયર દ્વારા ઓક્સિમિટરથી ઓક્સિઝનની માત્ર ચકાસમાં આવી રહી છે, તો સાથે સાથે અરવલ્લી જિલ્લા આયુર્વેદ વિભાગની મદદથી ઉકાળાનું અને માસ્ક વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે, મેડિકલ વ્યવસ્થા પુરૂ પાડવા માટે મોહદ્દીષે આઝમ મિશન દ્વારા આઠ જેટલા ડોક્ટરની એક ટીમ બનાવવામાં આવી છે, જેઓ લોકોને કોરોના વાઈરસથી બચવા માટે જાગૃત કરવામાં આવી રહ્યા છે, આ સંસ્થા દ્વારા અત્યારસુધીમાં ત્રણ હજારથી વધારે રાશન કિટ તેમજ પચ્ચીસ હજાર માસ્કનું વિતરણ કરવામાં આવ્યું છે, તો ક્રિટિકલ પરિસ્થિતિમાં ઓક્સિઝનની બોટલ પહોંચાડવાની પણ વ્યવસ્થા સંસ્થાના કાર્યકરો દ્વારા પુરૂ પાડવામાં આવી રહી છે. એટલું જ નહીં કોરોના વોરિયર્સ તરીકે કામ કરતા પોલિસ, આરોગ્યકર્મી તેમજ સફાઈ કર્મચારીઓને પણ સન્માનિત કરવામાં આવ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply