સંગીત અને નાટ્ય વિભાગના કલાકારો સાથે આર.ઓ.બી. અને યુનિસેફ દ્વારા વેબીનાર યોજાયો
Live TV
-
કોરોના જાગૃતિ અભિયાનમાં પરંપરાગત માધ્યમની ભૂમિકા વિષય પર યોજાયો વેબીનાર
ગુજરાતમાં રજિસ્ટર્ડ સંગીત અને નાટ્ય વિભાગના 64 ટ્રુપ સાથે ભારત સરકારના માહિતી અને પ્રસારણ મંત્રાલયના પ્રાદેશિક લોકસંપર્ક બ્યુરો, અમદાવાદ અને યુનિસેફના સંયુક્ત ઉપક્રમે કોરાના જાગૃતિ અભિયાનમાં પરંપરાગત માધ્યમની ભૂમિકા વિષય પર વેબીનાર યોજાઈ ગયો. આ વેબીનારને સંબોધતા ગુજરાત રીજનલ, પી.આઈ.બીના અપર મહા નિદેશક ર્ડા. ધીરજ કાકડીયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં કોરોના મહામારીને નાબૂદ કરવા ગુજરાતમાં ખૂણે-ખૂણે કોરોના જાગૃતિ રથ વાન શરૂ કરવાનું આયોજન કરવામાં આવી રહ્યું છે, આનાથી કોરોના સમયગાળામાં લોકોમાં જાગૃતિ આવશે. સોશિયલ ડિસ્ટન્સ રાખી જયાં માહિતીનો અભાવ હશે ત્યાં આ રથ ફરશે અને માહિતી પ્રદાન કરશે. આ સાથે નાટક, ભવાઈ, ડાયરો તેમજ મેજીક દ્વારા કલાકારો કોરોના મહામારી સંબંધિત વિસ્તૃત માહિતી પૂરી પાડશે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે કલાકારોનો અવાજ અને તેમની કલા જન-જન સુધી પહોંચે અને કોરોના મહામારી વિશેના નિયમો અને સરકારનો સંદેશો જનતા સુધી પહોંચાડી લોકોને જાગૃત કરવાના છે.
