અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકરે વૃદ્ધાની કંઇક આવી રીતે કરી મદદ
Live TV
-
આવકનો દાખલો કઢાવવા માટે આમ-તેમ ફરી રહેલા વૃદ્ધાને આવકનો દાખલો કઢાવી આપ્યો
અરવલ્લી જિલ્લાના નવ નિયુક્ત કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર એ હોદ્દો સંભાળતાની સાથે જ લોકો સાથે સીધો સંવાદ કરી રહ્યા છે એટલું જ નહીં જિલ્લાની જનતાને કેવી રીતે વિવિધ યોજનાઓનો લાભ મળી શકે અને વહીવટી તંત્ર લોકોને કેવી રીતે ઉપયોગી નિવળી શકે તે માટે કામ કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કોઇપણ સમયે કોઈપણ કચેરીની ઓચિંતી મુલાકાત કરીને કામગીરી ચકાસે છે ત્યારે તેઓ મામલતદાર કચેરીની મુલકાત દરમિયાન આમતેમ ફરતાં વૃદ્ધાની મદદ કરીને સરાહનીય કામગીરી કરી હતી. અરવલ્લી જિલ્લા કલેક્ટર અમૃતેશ ઔરંગાબાદકર એ મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. આ સમય દરમિયાન તેમની નજર એક વૃદ્ધા સામે પડી, કલેક્ટરે વૃદ્ધાને પૂછતા તેઓ આવકનો દાખલો કઢાવવા આવેલ હોવાનું જણાવ્યું હતું. આવકનો દાખલો કઢાવવા માટે આમ-તેમ ફરી રહેલા વૃદ્ધાને આવકનો દાખલો કઢાવી આપ્યો એટલું જ નહીં વૃદ્ધા વિધવા હોવાનું માલૂમ પડતા કલેક્ટરને વૃદ્ધાને પેન્શન યોજનાનું ફોર્મ ભરાવી 15 મિનિટમાં સ્થળ પર મંજૂરીનો હુકમ જ કરી દીધો હતો. મહત્વનું છે કે, ગત સપ્તાહમાં અરવલ્લી જિલ્લા સંકલન બેઠક યોજાઇ હતી જેમાં કલેકટર ઔરંગાબાદકરે વિધવા મહિલાઓને પેન્શન તેમજ સહાય આપવા પર ભાર મૂક્યો હતો. એટલું જ નહીં વર્ષ ૨૦૧૧ની વસતિ ગણતરી આધારે જિલ્લામાં નોંધાયેલ વિધવાઓની યાદી તૈયાર કરી ઝૂંબેશ સ્વરૂપે તાત્કાલિક સહાય પુરી પાડવા સબંધિત અધિકારીઓને જણાવ્યું હતું.
