ચણીયાચોળી ભરતગૂંથણ વર્ક, મોતી કાચનું વર્ક કરી બેનમૂન વસ્તુઓ બનાવતી મહિલાઓ
Live TV
-
નવરાત્રી ની ધૂમ હોય ત્યારે નવરાત્રી ને લગતી વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે
અમરેલી જિલ્લાના ચલાલા ગામમાં ચાલતી જાગૃતિ મહિલા મંડળ ઔદ્યોગિક સહકારી મંડળી દ્વારા નાના એવા ગામમાં બહેનો માટે રોજગારી પુરી પાડવામાં આવી રહી છે કોટન પર અવનવી ડિઝાઇન માં નવરાત્રી તેમજ સીઝન પ્રમાણે વસ્તુઓ બનાવવા આવે છે ચણીયાચોળી ભરતગૂંથણ તેમજ વર્ક કરી મોતી કાચ નું વર્ક કરી બેનમૂન વસ્તુઓ બનાવવામાં આવે છે અને ત્યાં જ તેનું મોટું માર્કેટ મળી રહે છે તેમજ આ વસ્તુઓ ને અલગ અલગ રાજ્ય તેમજ સુધી પહોંચાડવા ના ભરપૂર પ્રયત્નો કરી સંસ્થાની પ્રગતિ ની સાથે બહેનો ની પ્રગતિ પણ થઈ રહી છે હાલ નવરાત્રી ની ધૂમ હોય ત્યારે નવરાત્રી ને લગતી વસ્તુઓ તૈયાર કરવામાં આવી રહી છે તેમજ બહેનો ને તાલીમ પણ આપવામાં આવે છે અને તાલીમ આપી ને તમામ વર્ગ ની બહેનો ને રોજગારી પુરી પાડવામાં આવે છે
