Skip to main content
Settings Settings for Dark

વિશ્વ ઓઝોન દિવસ , લોકજાગૃતિના કાર્યક્રમો

Live TV

X
  • આજે વિશ્વ ઓઝોન દિવસ , લોકજાગૃતિના કાર્યક્રમો

    ૧૬ સપ્ટેમ્બર એટલે કે આજે આંતરરાષ્ટ્રીય ઓઝોન દિન તરીકે વિશ્વભરમાં ઉજવણી થઈ રહી છે..સૂર્યના વિનાશક અલ્ટ્રા વાયોલેટ કિરણોથી આપણને બચાવતા પૃથ્વીની આસપાસના ઓઝોનના પાતળા થઇ રહેલા આવરણને બચાવવા માટે આ દિવસે લોકોને જાગૃત કરવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીએ સપ્ટેમ્બર 1994 માં 16 સપ્ટેમ્બરને 'ઓઝોન લેયરના પ્રોટેક્શન માટે આંતરરાષ્ટ્રીય ઓઝોન ડે' તરીકે ઉજવવાની જાહેરાત કરી હતી.પૃથ્વી ફરતે ૨૦ કિમીથી વધુ ઉંચાઈએ ઓઝોન વાયુનું સ્તર આવેલું છે. ઓઝોનનું સંયોજન અને વિયોજન કેટલાય કિમી સુધી સતત થતું રહે છે. જે સૂર્યના હાનિકારક અલ્ટ્રાવાયોલેટ કિરણોને પૃથ્વી પર આવતા રોકે છે. ઓઝોનનું આ પડ પૃથ્વીની સપાટીને ગરમ થવા દેતું નથી કે સખત ઠંડુ પાડવા દેતું નથી. આમ વાતાવરણમાં સમતોલન જાળવવા ઓઝોનનું પડ ખુબ જ અગત્યનો ભાગ ભજવે છે. પણ માનવીય કારણોસર ઓઝોનના આ અતિ ઉપયોગી પડમાં ગાબડું પડી રહ્યું છે. આ પડ પાતળું થઇ રહ્યું છે. એ ખતરાથી લોકોને જાગૃત કરવા ૧૮૮૭માં વિશ્વ સંઘ દ્વારા ૧૫૦ દેશોએ તબક્કાવાર ઓઝોનને નુકસાનકારક એવા સી. એફ. સી. (કાર્બન, ફ્લોરીન, ક્લોરીન વાયુઓ )ને જાકારો આપવાનો નિર્ણય લીધો છે. ભારત પણ આ જાગૃતિ ઝુંબેશમાં ચાવીરૂપ ભાગ ભજવી રહ્યું છે.  ઓઝોનવાળા પદાર્થોનો વપરાશ ક્રમશઃ ઘટાડ્યો છે. ઉપરાંત ઓઝોન માટે નુકસાનકારક એવા મોટા ભાગના વપરાશ અને ઉત્પાદન બંધ કે ઓછા કરી નાખ્યા છે.હાનિકારક પારજાંબલી કિરણો (અલ્ટ્રાવાયોલેટ કિરણો) નું શોષણ કરીને આપણા સૌનું રક્ષણ કરતા ઓઝોન સ્તરને બચાવીએ અને તેના રક્ષણ માટે કટીબધ્ધ થઈએ

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply