Skip to main content
Settings Settings for Dark

અરવલ્લી : મોડાસામાં સમસ્ત બ્રહ્મ સમાજનું સ્નેહ મિલન, બ્રહ્મ હેલ્થ કાર્ડનું વિતરણ

Live TV

X
  • અરવલ્લી જિલ્લામાં સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ રાજ્ય કક્ષાનું પ્રથમ સ્નેહ મિલન મોડાસામાં યોજાયું

    મોડાસાના મહાલક્ષ્મી ટાઉનહૉલ ખાતે આયોજિત બ્રહ્મ સમાજના સ્નેહ મિલન કાર્યક્રમમાં અરવલ્લી જિલ્લામાંથી આશરે બે હજાર થી વધુ ભૂદેવો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત અરવલ્લી જિલ્લામાં વસવાટ કરતા  તમામ ભૂદેવો માટે બ્રહ્મ હેલ્થ કાર્ડનું વિતરણનું પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં પાંચસો વધુ પરિવારે તેનો  લાભ લીધો હતો. અરવલ્લી જિલ્લામાં આયોજિત સમસ્ત બ્રહ્મ સમાજ ગુજરાતના કન્વીનર યજ્ઞેશ ભાઇ દવે,  લુણાવાડા ના ધારાસભ્ય જીગ્નેશભાઈ સેવક તથા હાસ્ય અને લોક સાહિત્યકાર પંકજ દવે ઉપસ્થિત રહ્યા હતા. અરવલ્લી જીલ્લા બ્રહ્મ સમાજ ના પ્રમુખ ભદ્રેશ ભાઈ ઉપાધ્યાય અને પરશુરામ ગૃપ મોડાસા ની યુવા ટીમ દ્વારા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.

    અંકિત ચૌહાણ 
    અરવલ્લી 

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply