ઝિમ્બાબ્વેના ટ્રેડ અને કોમર્સ વિભાગના મંત્રીએ રાજકોટની લીધી મુલાકાત
Live TV
-
ઝીમ્બાબ્વેમાં ગુજરાતીઓ માટે વેપાર ઉદ્યોગની ઉત્તમ તક
ઝિમ્બાબ્વેના ટ્રેડ અને કોમર્સ વિભાગના મંત્રીશ્રી રાજ મોદી રાજકોટની મુલાકાતે આવ્યા હતા. આ પ્રસંગે પત્રકારો સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું કે વેપાર માટે ઝિમ્બાબ્વે સૌથી શ્રેષ્ઠ જગ્યા છે. ભારત માંથી ડાયમંડ, હોસ્પિટલ તથા સર્જરીના તમામ સાધનોની સાથોસાથ ટ્રેક્ટર તેમજ પંપિંગ મશીન પણ ઝિમ્બાબ્વે પહોંચે છે ત્યારે ઝીમ્બાબ્વેમાં ગુજરાતીઓ માટે વેપાર ઉદ્યોગની ઉત્તમ તક છે. વેપાર ઉદ્યોગ કરવા ઇચ્છુક તમામ ગુજરાતીઓની પૂરતી મદદ કરવાનો વિશ્વાસ પણ તેમણે વ્યક્ત કર્યો હતો.
