અરુણાચલ પ્રદેશના રાજ્યપાલે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી
Live TV
-
તેઓ લિફ્ટમાં બેસી વ્યૂઇંગ ગેલેરી ઉપર 151 મીટરની ઉંચાઈથી આજુ બાજુ નર્મદાના દ્રશ્ય નિહાળી ને મંત્રમુગ્ધ થયા હતાં.તેમણે અને તેમના પત્નીએ સરદારના ચરણ સ્પર્શ કરી ફૂલો ચઢાવીને સરદાર ને નમન કર્યા હતા.
કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી વિશ્વની સૌથી ઉંચી પ્રતિમા તરીકે દેશ વિદેશમાં પ્રખ્યાત થતા તેને જોવા લોકોનો ધસારો થઈ રહ્યો છે.નેતાઓ અને ઉચ્ચ અધિકારીઓ પણ તેની મુલાકાત લઈ રહ્યાં છે.સ્ટેચ્યુ ઓફ યુનિટીને ખુલ્લું મુક્યાના થોડા દિવસ બાદ જ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સ્ટેચ્યુ ઓફ યુનિટ જોવા આવ્યા હતા.ત્યારે અરુણાચલ પ્રદેશના રાજ્યપાલ બી.ડી. મિશ્રા અને તેમના ધર્મપત્ની નીલમ મિશ્રા સ્ટેચ્યુ જોવા કેવડીયા ખાતે આવી પહોંચ્યા હતાં. તેમણે સ્ટેચ્યુ ઓફ યુનિટીની અંદર આવેલા મ્યુઝિયમને નિહાળ્યું હતું.તેમજ સરદારના જીવનનું ચલચિત્ર પણ તેમણે નિહાળ્યું હતું.ત્યારબાદ લિફ્ટમાં બેસી વ્યૂઇંગ ગેલેરી ઉપર 151 મીટરની ઉંચાઈથી આજુ બાજુ નર્મદાના દ્રશ્ય નિહાળી ને મંત્રમુગ્ધ થયા હતાં.તેમણે અને તેમના પત્નીએ સરદારના ચરણ સ્પર્શ કરી ફૂલો ચઢાવીને સરદાર ને નમન કર્યા હતા.તેમણે સરદારની પ્રતિમાને દેશની એકતાનું પ્રતીક ગણાવ્યું હતું.
