આજે છઠનું મહાપર્વ, દેશભરમાં ભારે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે ઉજવણી
Live TV
-
આજના દિવસે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવશે. આ ઉપરાંત પૂર્વી ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમબંગાળ અને નેપાળમાં પણ છઠમૈયાને પૂજવામાં આવે છે.પૂજાની શરૂઆત ન્હાય ખાયથી થાય છે.
દેશના અનેક ભાગોમાં આજે છઠનું મહાપર્વ ભારે શ્રદ્ધા અને ઉલ્લાસ સાથે મનાવાઈ રહ્યું છે.છઠપૂજા નિમિત્તે આજે અસ્ત થતા સૂર્યને અર્ધ્ય આપવામાં આવશે.આ પર્વને બિહારમાં ખૂબ જ ધૂમધામથી મનાવવામાં આવે છે.આ ઉપરાંત પૂર્વી ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, પશ્ચિમબંગાળ અને નેપાળમાં પણ છઠમૈયાને પૂજવામાં આવે છે.પૂજાની શરૂઆત ન્હાય ખાયથી થાય છે.તેના પછીના દિવસે શેરડીના રસમાંથી બનાવેલી ખીર બનાવવામાં આવે છે.તે પછી અસ્ત થતા અને ઉદય થતા સૂર્યને અર્ધ્ય આપીને તેની પૂજા કરવામાં આવે છે.એવું માનવામાં આવે છે કે છઠનું વ્રત રાખવાથી કષ્ટનું નિવારણ થાય છે.રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, ઉપરાષ્ટ્રપતિ એમ.વેંકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ છઠના તહેવાર નિમિત્તે દેશવાસીઓને શુભકામનાઓ પાઠવી હતી.
