આગામી દિવસોમાં તાપમાનમાં વધારો થવાની છે શક્યતા: હવામાન વિભાગ
Live TV
-
અમદાવાદ સહિત રાજ્યનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ગરમીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રનાં પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ જે દરિયા કિનારાના જિલ્લાઓ છે,
છેલ્લા કેટલાક સમયથી ગુજરાતમાં શિયાળા-ઉનાળાની મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો. પરંતુ હવેથી વિધિવત ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. અમદાવાદ સહિત રાજ્યનાં શહેરો અને ગ્રામીણ વિસ્તારોમાં ગરમીની શરૂઆત થઇ ગઇ છે. હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્રનાં પોરબંદર, ભાવનગર, સુરેન્દ્રનગર, ગીર-સોમનાથ તથા દક્ષિણ ગુજરાતના સુરત અને વલસાડ જે દરિયા કિનારાના જિલ્લાઓ છે, તેમાં તાપમાન સાડત્રીસ ડિગ્રીની ઉપર જતાં હિટ વેવની વોર્નિંગ આપવામાં આવી છે. અમદાવાદમાં ગઇકાલે તાપમાન ઓગણ ચાલીસ ડિગ્રી નોંધાયું હતું. અને આગામી અડતાળીસ કલાકમાં 2 થી 3 ડિગ્રી વધવાની વકી છે.
