આણંદના કલેક્ટરે પોતાની ખુરશી પર બેસાડી નિવૃત થતા કચેરીના પટ્ટાવાળાનું સન્માન કર્યુ
Live TV
-
આણંદના કલેકટરે પોતાની ખુરશી ઉપર બેસાડીને સેવા નિવૃત થતાં તેમની કચેરીના પટાવાળાને સન્માન આપ્યું હતું. આણંદ જિલ્લા કલેકટરના પટાવાળા તરીકે ફરજ બજાવતા ફતેસિંહ. એસ. મકવાણા વય મર્યાદાથી સેવા નિવૃત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો.
આણંદના કલેકટરે પોતાની ખુરશી ઉપર બેસાડીને સેવા નિવૃત થતાં તેમની કચેરીના પટાવાળાને સન્માન આપ્યું હતું. આણંદ જિલ્લા કલેકટરના પટાવાળા તરીકે ફરજ બજાવતા ફતેસિંહ. એસ. મકવાણા વય મર્યાદાથી સેવા નિવૃત થતાં તેમનો વિદાય સમારંભ યોજાયો હતો. કચેરીના અન્ય સાથી કર્મીઓએ પુષ્પગુચ્છ અને ફુલહારથી સન્માન કરી તેમની સેવાને બિરદાવી હતી. પરંતુ આણંદ જિલ્લા કલેકટર આર. જી. ગોહિલે તેમના સેવા નિવૃત્ત થઈ રહેલા કર્મચારી ફતેસિંહભાઈને એક પટ્ટાવાળા તરીકે નહીં, પણ લાંબી આપેલી સેવાઓને માન આપીને પોતાની ખુરશી પર બેસાડીને તેમનું અનોખુ સન્માન કર્યું હતું. જિલ્લા કલેકટર દ્વારા કરાયેલા આ સન્માન બદલ ફતેસિંહભાઈના પરિવારજનોમાં પણ આનંદની લાગણી ફેલાઈ હતી.
