Skip to main content
Settings Settings for Dark

આણંદના કલેકટરે પોતાની ખુરશી ઉપર બેસાડી નિવૃત થતાં પટાવાળાને સન્માન આપ્યું

Live TV

X
  • પટાવાળા ફતેસિંહનો ફરજ પરનો છેલ્લો દિવસ બની ગયો યાદગાર

    આણંદના કલેકટરના પટાવાળા તરીકે ફરજ બજાવતા ફતેસિંહ.એસ.મકવાણા વયનિવૃત થતાં વિદાય સમારંભ યોજાયો હતો. કલેકટર કચેરીના અન્ય સાથી કર્મીઓએ પણ ફુલહાર પહેરાવીને સન્માન કરી તેમની સેવાઓને બિરદાવી હતી.પરંતુ આણંદ જીલ્લા કલેકટર આર.જી.ગોહિલે ફતેસિંહભાઈને એક પટવાળા તરીકે નહીં પણ લાંબી આપેલી સેવાઓને માન આપીને પોતાની ખુરશી પર બેસાડવામાં આવ્યા હતા.ત્યારબાદ સન્માન આપવામાં આવ્યું હતુ.જેને કલેકટર કચેરીના કર્મચારીઓએ પણ તાળીઓના ગળગળાતથી વધાવી લેવાયો હતો.જો કે આણંદ જીલ્લામાં આવા પહેલા કલેકટર હશે કે પટાવાળાને નાના કર્મચારી તરીકે નહીં પણ એક સાચા સેવાભાવી કર્મી તરીકે લાંબી સેવાઓને માન આપીને આ રીતે પોતાની ખુરસીમાં બેસાડીને સન્માન આપ્યું હોય તેમ જોવા મળેલ હતુ.જો કે આણંદ જીલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલા સન્માન બદલ ફતેસિંહભાઈના પરિવારજનોમાં પણ આનંદની લાગણી વ્યાપી ગઈ હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
apply