ધ્રાંગધ્રાના અતિ પૌરાણિક ચરમાળિયા દાદાના મંદિરે નહી યોજાય મેળો
Live TV
-
વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઈને બંધ રાખવામાં આવ્યો
ધ્રાંગધ્રાના અતિ પૌરાણિક ચરમાળિયા દાદાના મંદિરે દર વર્ષે શ્રાવણ માસના દર સોમવારે ભરાતો મેળો આ વખતે વૈશ્વિક મહામારી કોરોના વાયરસને લઈને બંધ રાખવામાં આવ્યો છે. કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે હેતુથી ચરમાળિયા દાદાના મંદિરના સંચાલકો દ્વારા મંદિર પરિસરમાં કોઈને પ્રવેશ ન આપી બહારથી જ દર્શન કરવાની અને ફરજિયાત માસ્ક પહેરીને દર્શન કરવાની વ્યવસ્થા કરવામાં આવી છે.
