ભાવનગર : હકારાત્મક ઉર્જાનો સંચાર થાય તે માટે હવનનું આયોજન
Live TV
-
આ યજ્ઞમાં 73 જેટલા દ્રવ્યો દ્વારા 20 યજ્ઞકુંડોમાં આહુતિથી 3 કિલોમીટર કરતાં વધુ વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો
કોરોના મહામારીને કારણે આજે આખું જગત પરેશાન છે... ત્યારે ભાવનગરમાં એક વિશિષ્ટ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું... વાતાવરણમાં શુદ્ધિની સાથે હકારાત્મક ઉર્જાનો સંચાર થાય , તે માટે ડૉક્ટર ઓમ ત્રિવેદી દ્વારા આ હવનનું આયોજન, કરવામાં આવ્યું હતું. ભાવનગરના સિન્ધુનગર વિસ્તારમાં કરવામાં આવેલા આ યજ્ઞમાં 73 જેટલા દ્રવ્યો દ્વારા 20 યજ્ઞકુંડોમાં આહુતિથી 3 કિલોમીટર કરતાં વધુ વિસ્તારને સેનેટાઈઝ કરવામાં આવ્યો હતો....અને આ નવતર પ્રયોગને લોકોએ આવકાર્યો પણ હતો...
