ધાંગ્રધ્રામાં સ્કુલની વિદ્યાર્થિનીઓએ પોલીસ કર્મચારીઓને બાંધી રાખડી
Live TV
-
પોતાની ફરજને કારણે વતન ન જઈ શક્તા પોલીસ કર્મચારીઓ સાથે મનાવી રક્ષાબંધન
આજે રક્ષાબંધન છે... આજે બહેન ભાઈને રાખડી બાંધી , તેના સારા સ્વાસ્થ્ય માટે પ્રાર્થના કરે છે... ત્યારે આજે પોતાની ફરજને કારણે વતન ન જઈ શક્તા પોલીસ કર્મચારીઓ સાથે , ધ્રાંગધ્રાની સાધના સ્કૂલની વિદ્યાર્થિઓએ, રક્ષાબંધનની ઉજવણી કરી હતી... વિદ્યાર્થિનીઓએ દરેક પોલીસ ભાઈના હાથમાં રાખડી બાંધી , તેમના સારા આરોગ્યની કામના કરી હતી... પોલીસની ડ્યૂટી એવી હોય છે , કે રાત દિવસ એક કરીને , વારે તહેવારે પણ , તેમને પરિવાર સાથે રહેવાની રજા નથી મળતી... ત્યારે ધ્રાંગધ્રામાં થયેલા આ આયોજનથી , અનેક પોલીસ કર્મચારીઓની આંખમાં , આસુ આવી ગયા હતા... આવા ઉમદા આયોજનને , ઉચ્ચ પોલીસ અધિકારીઓએ પણ , બિરદાવ્યું હતું..
