એકતાનું બંધન : 25 વર્ષથી હિન્દુ બહેને મુસ્લિમ ભાઈને બાંધે છે રાખડી
Live TV
-
ઈંતુભાઈ પોતાની બહેન માનતા મનિશાબેન માટે ભાઈ તરીકેની બધી જ ફરજ અદા કરે છે
આજે રક્ષાબંધનની દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે આણંદમાં છેલ્લા 25 વર્ષથી હિન્દુ બહેન મુસ્લિમ ભાઈને રાખડી બાંધી એકતાનો પરિચય આપી રહી છે..એટલુ જ નહી મુસ્લિમ ભાઈ દ્વારા પણ હિન્દુ સમાજના તમામ તહેવારોમાં સહભાગી થઈ ભાઈ તરીકેના સામાજિક વ્યવહાર પણ સાચવે છે..વાત છે ઈંતુભાઈ દિવાનની..જે દર રક્ષાબંધનના પર્વ પર પોતાની બહેન મનિશાબેનને ત્યા રાખડી બંધાવા ચોક્કસ જાય છે..ડીડી ન્યુઝ સાથેની વાતચીતમાં મનિશાબેને જણાવ્યુ હતુ કે જ્યારે દુઃખની પરિસ્થિતિ આવે ત્યારે ઈંતુભાઈ ખડે પગે મદદે તૈયાર રહે છે..પોતાના એ દિવસોને યાદ કરતા ભાવુક બની મનિશાબેને કહ્યુ કે મારો સગો ભાઈ પણ મારી આટલી કાળજી ન રાખી શકે..તો ઈંતુભાઈ દિવાને જણાવ્યુ હતુ કે છેલ્લા 25 વર્ષથી હું મારી સગા બહેન તરીકે છે મનિશાબેનને માનુ છું..તેમને કોઈ પણ જરૂરિયાત કે મદદ હોય તો હું તુરંત ભાઈ તરીકે હાજર થઈ જાઉ છું..
