આણંદની બહેનોએ સૈન્યના જવાનોને તિરંગાવાળી રાખડી બાંધી
Live TV
-
આણંદની પરમવીર ચેરિટેબલ ટ્રસ્ટ અને શહેરની બહેનોએ સૈનિકોને રાખડી બાંધી સારા સ્વાસ્થ્યની કામના કરી હતી
આજરોજ ગુજરાતભરમાં રક્ષાબંધનનો પર્વ મનાવાઈ રહ્યો છે ત્યારે ભારતીય સૈન્યના જવાનો કે જેઓ અલગ અલગ વિસ્તારોમાં ફરજ પર તૈનાત હોવાના કારણે પોતાના વતન પર્વ મનાવવા જઈ શકતા નથી..ત્યારે આણંદની પરમવીર ચેરિટેબલ ટ્ર્સ્ટ અને આણંદની બહેનોએ વિદ્યાનગર એનસીસી ખાતે ફરજ પર તૈનાત સૈનિક જવાનોને તિરંગાવાળી રાખડી બાંધી અનોખી રીતે ઉજવણી કરી હતી..માસ્ક અને સેનેટાઈઝરનો ઉપયોગ તેમજ સોશિયલ ડિસ્ટન્સિગના નિયમોને ધ્યાનમાં રાખી બહેનોએ સૈનિક જવાનોના લાંબા આયુષ્ય અને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરી હતી..કેસરી,સફેત અને લીલા રંગની રાખડીઓ લઈને આવેલ બહેનોના ઉત્સાહને જોઈને સૈનિક જવાનો પણ ભાવુક બન્યા હતા..અને ખુશીથી રાખડી બંધાવી મીઠાઈ ખાઈને પર્વની ઉજવણીમાં સહભાગી બન્યા હતા..
