આણંદના સેવાભાવી ડૉ.પલક વર્મા ગરીબોને વિનામૂલ્યે માસ્ક,સેનેટાઈઝરનું વિતરણ કર્યુ
Live TV
-
પોતાના જન્મદિવસના ખર્ચની તમામ રકમમાંથી જરુરી દવાઓ , માસ્ક અને સેનેટાઈઝર જરુરિયાતવાળા વર્ગને વિતરણ કરી અનોખી પહેલ કરી
આણંદના ડો પલક વર્મા સેવાની દુનિયામાં જાણીતુ નામ છે..આણંદ નગપાલિકાના મેમ્બર અને રાજ્યસ્થાન વિભાગના પ્રભારી એવા ડો પલક વર્મા કોરોનાના દિવસોમાં પોતાનો જન્મ દિવસના ખર્ચની તમામ રકમમાંથી માસ્ક,સેનેટાઇઝર,હોમિયોપેથી દવા જેવી જરૂરી ચીજ વસ્તુની ખરીદી કરી જરૂરીયાતવાળા લોકોને ઘરે જઇ આપ્યા હતા..
સામાન્ય રીતે યંગસ્ટર લોકો જન્મ દિવસ માટે હવે ખાસુ એવુ બજેટ ફાળવતા હોય છે ત્યારે મુળ સેવા ભાવ સાથે જોડાયેલ ડૉ.પલક વર્મા અને તેનો પૂરો પરિવાર કોરોના કાળ માં કોરોના વૉરિયર્સ તરીકે જ જાણીતુ બન્યુ છે અત્યાર સુધીમાં એક લાખથી વધારે માસ્ક અને બીજી સામગ્રી ગરીબ વિસ્તારમાં નિઃશુલ્ક વેચી ચુક્યા છે..
પોતાના રાજકીય કાર્યક્રમો સાથે સાથે સમાજ સેવ કરવાનુ ભુલતા નથી તે નિયમીત ખાસ કરીને ઝુપડપટીઓ મા જાય છે અને લોકો ને સમજણ આપે છે કે કોરોના થી બચવા માટે કેવા કેવા ઉપાયો કરવા જોઇએ અને તે પણ પ્રેક્ટીકલ કરી બતાવે છે
