Skip to main content
Settings Settings for Dark

શ્રાવણમાં પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું છે ખાસ મહત્વ

Live TV

X
  • નર્મદાના નાંદોદના જીતનગરમાં નંદીકેશ્વર મહાદેવ મંદિરે સવા લાખ ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગ બનાવવાનું કાર્ય વેદોક્ત મંત્રોચ્ચાર સાથે કાર્યરત

    શ્રાવણ માસ ભોળાનાથની ઉપાસના અને આરાધનાનો પર્વ છે. આજે ભક્તજનો અનેક રીતે શિવજીની ઉપાસના કરે છે. સવાર-સાંજ શિવમંદિરોમાં ભક્તો દ્વારા જળાભિષેક, દુગ્ધાભિષેક, ચંદનાભિષેક સહિત અનેક પ્રકારના અભિષેક કરીને ભગવાન ભોળાનાથને રીઝવવાનો પ્રયત્ન કરવામાં આવે છે.પરંતુ હાલ કોરોનાની મહામારી ના કારણે ભક્તો દ્વારા પૂજા અર્ચના પર પ્રતિબંધ છે ત્યારે ભક્તો મહારાજ દવારા મનોરથ પુરા કરી રહ્યા છે વળી શ્રાવણ માસ માં શિવાલયોમાં ચિંતામણી પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું વિશેષ મહત્વ છે. હાલ નાંદોદ તાલુકાના જીતનગર નન્દીકેશ્વર મહાદેવના મંદિરે સવાલાખ ચિંતામણી પાર્થેશ્વર ના શિવલિંગ બનાવવાનું કાર્ય વેદોક્ત મંત્રોચ્ચાર સાથે ચાલુ છે. કોવીડ ની ગાઈડ લાઈન મુજબ ભક્તો ની ભીડ ના થાય અને મંદિર માં પ્રવેશ વખતેજ સૅનેટાઇઝ થવાય ઉપરાંત માસ્ક સાથેજ પ્રવેશ મળે તેનું ખાસ ધ્યાન રખાય છે અહી શ્રાવણ માસ દરમિયાન થતા પાર્થેશ્વર શિવલિંગની પૂજાનું વિશેષ ધાર્મિક મહત્વ છે અને યજમાનો પોતાની ઈચ્છા પુરતી થતા આ પૂજન કરાવતા હોય છે.શ્રાવણ માસમાં શિવપૂજનની સાથે પાર્થિવ પૂજનનું મહત્ત્વ પણ શાસ્ત્રોમાં આંકવામાં આવ્યું છે. જેમાં શિવઉપાસક અને કર્મકાંડી બ્રાહ્મણ શુદ્ધ માટીમાંથી નાનાં-નાનાં શિવલિંગો બનાવીને તેની પૂજા-અર્ચના કર્યા પછી એનું વિસર્જન કરે છે. આ વિધિમાં શિવભક્તો પાર્થેશ્વર પાસે બેસીને પોતાના સંકલ્પો કરે છે અને મનોવાંછિત ફળ મેળવે છે. પાર્થેશ્વરશિવલિંગનું વિસર્જન માસને અંતે કરવામાં આવે છે .દરરોજ 5000 જેટલા માટીના નાના શિવલિંગ તૈયાર કરવામાં આવે છે અને વાર પ્રમાણે વિવીધ યંત્રો તૈયાર કરવામાં આવે છે.આ માટે નદીમાંથી સુધ્ધ માટી લાવી તેને ગૂંદીને નાના નાના શિવલીંગો રોજ તૈયાર કરવામાં આવે છે.આ માટે જીતનગરમાં ખાસ રાજસ્થાન,કાશી,ઉજ્જૈન,બનારસથી બ્રાહ્મણોને બોલાવવામાં આવે છે. 1 મહિના માટે પધારેલા જાણકાર બ્રહ્મણો કરજણ નદીના કિનારેથી શુદ્ધ માટી લાવી સમગ્ર માસ દરમિયાન સવાલાખ શિવલિંગ બનાવે છે.નન્દીકેશ્વર મહાદેવના મંદિરે પાર્થેશ્વર શિવલિંગનું પૂજન કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
apply