Skip to main content
Settings Settings for Dark

આણંદમાં દુકાનોને ટાર્ગેટ કરતી ચોર ટોળકી ઝડપાઈ

Live TV

X
  • લાંભવેલ પાસેથી કારમાં જઈ રહેલી આ ગેંગની પોલીસે કરી ધરપકડ

    આણંદ અને ખેડા જિલ્લામાં છેલ્લા બે ત્રણ મહિનાથી પાન-બીડીના ગલ્લા અને ગોડાઉન પર ચોરીના બનાવો વધી રહ્યા છે ત્યારે આણંદ ક્રાઈમ બ્રાંચ દ્વારા ગુનેગારોને ઝબ્બે કરવા માટે એક ખાસ ટીમ બનાવી તપાસ ચલાવવામાં આવી હતી..આ ટીમ આણંદના લાંભવેલ પાસે તપાસમાં હતી તે દરમિયાન ત્યાંથી પસાર થતી એક કારની તલાશી લેતા ચોર ગેંગનો પર્દાફાશ થઈ ગયો..આ કારમાં ચોરેલો માલ વેચવા માટે જીગો ઠાકોર અને તેના બે સાગરિતો પોલીસના હાથે લાગ્યા છે..આ ગેંગ બજારમાં જે માલની માંગ સૌથી વધારે હોય તેની ચોરી કરતા હતા..આણંદ અને ખેડામાં કુલ 13 જેટલા સ્થળોએ હાથફેરો કર્યો હોવાનુ ખુલ્યુ છે..અને ચોરેલો માલ વેચી મારતા હતા..જીગો ઠાકોર ઉપરાંત મુકેશ ઉર્ફે બાલી સોલંકી અને જયેશ સોઢા પરમારની ત્રિપુટી પાન મસાલાની દુકાનો અને ગોડાઉનને ટાર્ગેટ કરી ગુનાને અંજામ આપતી હતી..હાલ પોલીસે ત્રણેય ગુનેગારો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply