Skip to main content
Settings Settings for Dark

મહેસાણાની શાળાઓમાં વરસાદી પાણીના સંચય માટેનું અભિયાન

Live TV

X
  • "જળ એ જીવન " જળ સંગ્રહ થકી જળસંરક્ષણનો શ્રેષ્ઠ ઉપાય

    જળ એ જીવન છે આવતી કાલને બચાવવી હોય તે આપણે સાથે મળીને પાણીનો સંચય કરવો પડશે તો જ આપણે આપણી ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરી શકીશું.આપણું શરીર પંચમહાભુતાત્મા છે તેમાંથી જળ એ અભિન્ન અંગ છે જેથી જળ સંચય આપણી પ્રાથમિક જવાબદારી છે જેના ભાગ રૂપે મહેસાણા જિલ્લાની શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટ થકી શાળાઓએ કટિબધ્ધતા બતાવી છે.

    જિલ્લાની ૧૦૧૮ જેટલી શાળાઓમાં પાસેથી વરસાદી પાણીના સંચય માટે દરખાસ્ત માંગવામાં આવેલ છે. જિલ્લાની પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં રેઇન વોટર હાર્વેસ્ટીંગ પ્રોજેક્ટની આયોજન માટે જિલ્લા કક્ષાએ ઉપલ્બધ ફંડ જેવા કે જિલ્લા આયોજન મંડળ, એમ.પી.એમ.એલ.એ ગ્રાન્ટ, ડીસ્ટ્રીક મીનરલ ફાઉન્ડેશન, સી.એસ.આર ફંડ જેવી વિવિધ ફંડમાંથી વ્યવસ્થા કરવા વિવિધ શાળાઓને માર્ગદર્શિત કરવામાં આવેલ છે.

    વોટર હાર્વેસ્ટીંગના પ્રોજેક્ટ માટેની કાર્યપ્રધ્ધતિ અને જળ સંચય માટે વિવિધ શાળાઓને માર્ગદર્શિત પણ કરવામાં આવી છે. આ માટે જે શાળાઓમાં હયાત બોરવેલને વરાસદી પાણીથી રીચાર્જ કરવા માટે મોડલ -૧ જેનો અંદાજીત ખર્ત ૪૫ હજાર રૂપિયા તેમજ જે સ્થળે બોરવેલ ન હોય તેવા સ્થળે પર્કોલેશન વેલ બનાવીને વરસાદી પાણીના જળસંચય માટે અંદાજીત રૂ ૯૦ હજાર ખર્ચ મોડ-૦૨ માં થાય છે. જિલ્લા સ્તરે તમામ શાળાઓમાં મોડેલ-૧ અને મોડેલ ૦૨ ની માહિતી મોકલી આપવામાં આવેલ છે.

    પાણી બચાવવાની જવાબદારી સમગ્ર સમાજની , ગુજરાતના એક એક નાગરિકની છે. જળ એ જીવન છે. આપણે જીવન આપણા હાથમાં છે પણ આપણે એને વેડફી રહ્યા છીએ, ખોટી રીતે વહાવી રહ્યા છીએ. આપણે ત્યાં કહેવત છે કે તરસ લાગે ત્યારે કૂવો ગાળવા ના બેસાય.” આ કહેવત છે તે સમજીને પાણી વેડફાઈ જાય એ પહેલાં જ કૂવા ગાળવાના, પાણી બચાવવાના પ્રયત્નો કરીએ. સરકાર અને સમાજના સહિયારા પ્રયત્નો થકી આપણે જળ સંરક્ષણ અને જળ સંગ્રહ માટે આગળ આવ્યા છે. મહેસાણા જિલ્લાની શાળાઓ પણ વરસાદી પાણીના જળસંચયના માધ્યમથી વિધાર્થીઓ અને નાગરિકોને પ્રેરણાદાયી ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2026 Max Temp : °C Min Temp : °C
apply