Skip to main content
Settings Settings for Dark

આણંદમાં વન મહોત્સવની ઉજવણી

Live TV

X
  • વૃક્ષારોપણ માટે રોપાઓનો વિતરણ કાર્યક્રમ

    આણંદ જિલ્લામાં ચાલુ વર્ષે વન મહોત્સવ ઉજવણી કરવામાં આવી રહેલ છે ત્યારે આણંદ જિલ્લામાં ખાતાકીય મનરેગા તેમજ વિકેન્દ્રિત પ્રજા નર્સરીઓમાં 54થી વધારે જાતના 41 લાખ રોપાઓ પોલીથીન બેગમાં તૈયાર કરવામાં આવેલ છે. અને તે રોપાઓ સરકારે નકકી કરેલ નીતિ નિયમો મુજબ વન મહોત્સવના દીવસેવિતરણ કરવામાં આવશે. વનખાતા દ્વારા ઉછેરવામાં આવતા રોપાઓનું દર વર્ષે વન મહોત્સવ દરમિયાન જાહેર જનતા, સ્વૈચ્છિક સંસ્થાઓ, મહિલા મંડળ, ગ્રામ મંડળીઓ, બિન સરકારી સંસ્થા, સહકારી સંસ્થા, સ્થાનિક સ્વરાજ સંસ્થા, રજીસ્ટર થયેલ સંસ્થાઓ વિગેરેને વિતરણ કરવામાં આવશે. આ ઉપરાંત વન મહોત્સવ ઝુંબેશ સ્વરૂપે લોક સહકારથી તથા વૃક્ષારોપણ માં રોપાઓનું વિતરણ કરવામાં આવે છે..ચાલુ વર્ષે આપણે 70મો વન મહોત્સવ ઉજવી રહ્યા છે ઉદ્યોગ અને શહેરોએ વૃક્ષ માટે ખતરો ઉભો કર્યો છે જેથી આ પ્રસંગે વૃક્ષોનું જતન કરવા તેનું અસ્તિત્વ ટકાવી રાખવા પર્યાવરણ જાળવવાનો સંકલ્પ કરીએ.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply