Skip to main content
Settings Settings for Dark

આણંદ : સ્વચ્છતા સર્વેક્ષણમાં રાજ્યની 162 નગરપાલિકાઓમાં પેટલાદ નગરપાલિકા પ્રથમ સ્થાને

Live TV

X
  • વિદ્યાનગર-7, બોરસદ-8, આંકલાવ-12, ઓડ-15, કરસમદ-19 અને ખંભાતે 20મો ક્રમાંક મેળવ્યો

    રાષ્ટ્રીય સ્વચ્છતા સર્વેક્ષણ -2020માં એકલાખ થી ઓછી વસ્તી ધરાવતાં શહેરોમાં પેટલાદ નગરપાલિકા એ સમગ્ર ગુજરાત રાજ્યની કુલ 162 નગર પાલિકાઓમાં પ્રથમ નંબર જાળવી રાખવા સાથે બેસ્ટ પ્રેક્ટિસ ઇનોવેશન્સનો એવોર્ડ પણ મેળવ્યો હતો. આમ સતત ત્રીજા વર્ષે પેટલાદ નગર પાલિકા સ્વચ્છતા અભિયાનમાં પ્રથમ ક્રમાંક જાળવી રાખવામાં સફળ રહ્યો છે.પેટલાદ નગરપાલિકા દ્વારા કચરાનો આધુનિક પદ્ધતિથી નિકાલ, વેસ્ટમાંથી બેસ્ટ, કચરા માંથી પ્લાસ્ટિક કચરામાંથી ડીઝલ બનનાવવું , કચેરી ના વાહન ખર્ચને બચાવવું,ઘર-ઘર થી કચરો ઉઘરાવવો, વૃક્ષા રોપણ રસ્તા ની સફાઈ તેમજ સોંથી અગત્યનું તેનું સુચારુ વયસ્થાપન કરવું વગરે અનેક બાબતોમાં પેટલાદ નગરપાલિકાનું વ્યવસ્થાપન અન્યો કરતા વધુ શ્રેષ્ઠ પુરવાર થયું હતું.

    રાજ્યમાં સુરત, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટ કોર્પોરેશનને પણ સ્વચ્છ સિટીના એવોર્ડ મળ્યા છે. જ્યારે પેટલાદ વર્ષ 2017માં 1008માં ક્મે, વર્ષ 2018માં 303ક્રમે,2019માં 59 ક્રમે સતત આગળ વધીને પ્રગતી કરીને વર્ષ 2020માં 19માં ક્રમાંક સુધી પહોંચીને લોકોની આદત બદલવામાં સફળ રહી છે. જ્યારે આણંદ જિલ્લાની અન્ય ન.પાની વાત કરીએતો શૈક્ષણિક નગરી વિદ્યાનગર સાતમાં ક્રમાંકે ,બોરસદ નગરપાલિકા 8માં ક્રમાંકે, આંકલાવ નગરપાલિકા 12 ક્રમે, ઓડ નગરપાલિકા 15માં ક્રમે, કરસમદ નગરપાલિકા 19 ક્રમાંકે અને ખંભાત નગર પાલિકામાં 20 ક્રમાંતે ધકેલાયું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-03-2026 Max Temp : °C Min Temp : °C
apply