દ્વારકામાં પ્રજાલક્ષી કાર્યોનું લોકાર્પણ કરાયુ
Live TV
-
વોર્ડ નંબર એકમાં નવો પાણીનો સંપ, જીમ, હોલ તથા નવીનીકરણ શાકમાર્કેટ સહિત અનેક સેવાકીય કાર્યોનાં લોકાર્પણ
દ્વારકા નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર એકમાં નવો પાણીનો સંપ, જીમ, હોલ તથા નવીનીકરણ શાકમાર્કેટ સહિત અનેક સેવાકીય કાર્યોનાં લોકાર્પણનો પબુભા માણેક,પાલિકા પ્રમુખ તથા સદસ્યો અધિકારીઓ ની હાજરી માં યોજવામાં આવ્યો હતો. જોકે સાંસદ પૂનમ બેન માડમ અગત્ય ની મીટીંગ માં ગયા હોય દ્વારકા ખાતે હાજર ન રહેતા તેમનો સંદેશ આવ્યો હતો. દ્વારકા નગર પાલિકાના પ્રમુખ જીતુભા માણેકે જણાવ્યુ કે રાજ્યમાં નગર પાલિકા નીં કેટેગરી માં આવતીં પાલિકાઓમાં દ્વારકા પાલિકાનો સ્વચ્છતા સંરક્ષણ માં ચોથો નંબર આવ્યો છે. જે ખુબ ગર્વની બાબત છે.
