દરિયાઈ ક્ષેત્રમાં રોજગારની પુષ્કળ તકોનો લાભ લેવા થયા આ કરાર
Live TV
-
જહાજ મંત્રાલય-કૌશલ્ય વિકાસ મંત્રાલય વચ્ચે ડીજીટલ સમજૂતી
દરિયાઈ ક્ષેત્રમાં રોજગારીની પુષ્કળ તકોનો લાભ લેવા અને આ માટે વર્ક ફોર્સને વિવિધ કુશળતાઓ સાથે સજ્જ કરવા જહાજ મંત્રાલય , તથા કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રાલય વચ્ચે , ગઈકાલે ડિજિટલી સમજૂતી કરાર થયા હતા. આ સમજૂતી કરાર પર કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસિકતા મંત્રી , ડોક્ટર મહેન્દ્ર નાથ પાંડે , અને રાજ્ય કક્ષાના કેન્દ્રીય જહાજ મંત્રી, મનસુખ માંડવિયા , તથા રાજ્ય કક્ષાનાં કેન્દ્રીય વીજળી તથા નવીન અને પુનઃપ્રાપ્ય ઊર્જા મંત્રી , આર કે સિંહની હાજરીમાં , હસ્તાક્ષર થયા હતા. આ પ્રસંગે મનસુખ માંડવિયાએ જણાવ્યું હતું , કે આ ભાગીદારીથી , રોજગારીની પુષ્કળ તકો ઊભી થશે , અને દરિયા કિનારા વિસ્તારોનાં યુવાનોનું ભવિષ્ય , ઉજ્જવળ થશે
