વલસાડ માં ACB ની ટ્રેપ માં 1.40 લાખ લેતા જુનિયર ક્લાર્ક ઝડપાયો
Live TV
-
જુનિયર ક્લાર્ક અશોક ચાવડાએ અરજદારનો સંપર્ક કરીને એક એનઓસી આવવાના રૂ.20 હજારની માંગણી કરવામાં આવી હતી
વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાના તુમ્બી ગામમાં આવેલી 73AAની 23 એકર જમીનમાં આવેલા 9 જુદાજુદા સર્વે વાળી જમીનમાં ક્વોરી શરૂ કરવા માટે પરવાનગી જિલ્લા પંચાયતમાં માંગી હતી. જિલ્લા પંચાયત દ્વારા ઉદ્યોગ કેન્દ્રની એનઓસી માંટે ભલામણ કરવામાં આવી હતી. જેથી ઉદ્યોગ કેન્દ્રના જુનિયર ક્લાર્ક અશોક ચાવડાએ અરજદારનો સંપર્ક કરીને એક એનઓસી આવવાના રૂ.20 હજારની માંગણી કરવામાં આવી હતી. કુલ 7 એનઓસી માટે અરજદાર પાસેથી કુલ 1.40 લાખની લાંચની માંગણી અશોક ચાવડાએ કરી હતી. અરજદાર લાંચ આપવા માંગતો ન હોવાથી લાંચિયા અધિકારીથી બચાવવા નવસારી એસીબીની ટીમની મદદ માંગી હતી. આ કેસની તપાસ નવસારી એસીબીએ લાંચનું છટકું ગોઠવી ઉદ્યોગ કેન્દ્રના જુનિયર ક્લાર્કને કચેરી નીચે 1.40 લાખની લાંચ સ્વીકારતા ઝડપી પાડ્યો હતો. નવસારી એસીબીની ટીમને ઉદ્યોગ કેન્દ્રના જુનિયર ક્લાર્કને લાંચ સ્વીકારતા રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો હતો. એસીબીની ટીમે જુનિયર ક્લાર્ક અશોકભાઈ ચાવડાના કોવીડ-19ના ટેસ્ટ કરાવવાની તજવીજ હાથ ધરી છે. એસીબીએ અશોક ચાવડા વિરૂદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
