Skip to main content
Settings Settings for Dark

આર્ટ મેનિયાક દ્વારા અમદાવાદની ગુફામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતું કલા પ્રદર્શન શરૂ

Live TV

X
  • આર્ટ મેનિયાક દ્વારા અમદાવાદની ગુફામાં ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતું કલા પ્રદર્શન શરૂ

    શહેરના કલા રસિકો માટે એક ખાસ અવસર આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટી પાસે આવેલી જાણીતી અમદાવાદની ગુફા ખાતે દેશના વિવિધ રાજ્યોના કલાકારોના સમૂહ 'આર્ટ મેનિયાક' (Art Maniac) દ્વારા તેમનું 16મું પેઇન્ટિંગ, ગ્રાફિક્સ અને સ્કલ્પ્ચરનું પ્રદર્શન યોજવામાં આવ્યું છે.

    દૂરદર્શનના પ્રોગ્રામ હેડે કર્યું ઉદ્ઘાટન

    આ કલા પ્રદર્શનનું ઉદ્ઘાટન દૂરદર્શન અમદાવાદના પ્રોગ્રામ હેડ નટવર ડામોર અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા અમદાવાદના કલા રસીકો દ્વારા કરવામાં આવ્યું હતું.

    કલકત્તા અને મહારાષ્ટ્રના કલાકારોનું વિશેષ યોગદાન

    'આર્ટ મેનિયાક' ગ્રુપમાં દેશના જુદા જુદા ભાગોમાંથી કલાકારો જોડાયા છે, જેમાં ખાસ કરીને કલકત્તા અને મહારાષ્ટ્રના કલાકારોએ ભારતીય સંસ્કૃતિની ઝાંખી કરાવતી અદભૂત કલાકૃતિઓ રજૂ કરી છે. તેમના ચિત્રો, ગ્રાફિક્સ અને શિલ્પોમાં ભારતીય પરંપરા, જીવનશૈલી અને સાંસ્કૃતિક વારસાનું સુંદર નિરૂપણ જોવા મળે છે.

    28 નવેમ્બર સુધી ખુલ્લું રહેશે

    અમદાવાદની ગુફા ખાતે યોજાયેલું આ કલા પ્રદર્શન આગામી 28 નવેમ્બર સુધી કલાપ્રેમીઓ માટે ખુલ્લું રહેશે. કલા અને સંસ્કૃતિના ચાહકોને આ રાષ્ટ્રીય કક્ષાના કલાકારોની કૃતિઓ નિહાળવા માટે અપીલ કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-03-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-03-2026 Max Temp : °C Min Temp : °C
apply