ખેડા - મહિલા સશક્તિકરણ પખવાડિયા અંતર્ગત સેમિનાર યોજાયો
Live TV
-
આશા વર્કર બહેનો દ્વારા દીકરી બચાવો અને ભૃણ હત્યા બાબતે નાટક રજૂ કરવામાં આવ્યું
ગુજરાત સરકાર દ્વારા યોજાઈ રહેલા મહિલા સશક્તિકરણ પખવાડિયા અનુસંધાન , બીજા દિવસે બેટી વધાવો બેટી પઢાવો કાર્યક્રમ અંતર્ગત ખેડા જિલ્લા પંચાયત આરોગ્ય શાખા દ્વારા એક સેમિનાર નડિયાદ ખાતે આવેલ બ્રહ્માકુમારી ઇશ્વરીય વિશ્વ વિદ્યાલય પ્રભુ શરણમ ખાતે યોજવામાં આવ્યો હતો ,આ કાર્યક્રમમાં ખેડા જિલ્લા પંચાયતના મહિલા પ્રમુખ નયનાબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારી ડી.એન.મોદી,બ્રહ્માકુમારી પૂર્ણિમાબેન ,સીડીએચઓ ડોક્ટર જાગાણી,Dieco એચ .એમ. શેખ ,આરસીએચ ડોક્ટર એસ એન દેસાઈ,ઉપસ્થિત રહી માર્ગદર્શન આપ્યું હતું. આ સેમિનારમાં સમગ્ર ખેડા જિલ્લાના અલગ અલગ તાલુકાઓના અઢાર જેટલા ગામો જ્યાં દીકરા અને દીકરીનો જન્મ સ્તર સંતુલિત છે. તેવા કપડવંજ તાલુકાના લાલમાંડવા તેમજ નિરમાલી સહિત 18 ગામના સરપંચોનો સન્માન કરવામાં આવ્યું. આ ઉપરાંત જેઓને એક દીકરી છે. અથવા બે દીકરી છે જેઓએ કુટુંબ કલ્યાણ નું ઓપરેશન કરાવ્યું છે. તેવા ત્રણ. માતા -પિતા નું પણ સન્માન કરવામાં આવ્યું હતું.જ્યારે આશા વર્કર બહેનો દ્વારા દીકરી બચાવો અને ભૃણ હત્યા બાબતે નાટક રજૂ કરવામાં આવ્યું હતું.ડીડીઓ મોદીએ પોતાના વકતવ્યમાં જણાવ્યું કે વિજ્ઞાનની શોધનો દૂર ઉપયોગ ભારતમાં સોનોગ્રાફી રૂપી ભ્રુણ હત્યાથી કરવામાં આવી રહ્યો છે .જિલ્લા પંચાયત પ્રમુખ નયનાબેન પટેલે પણ આ પ્રસંગે ઉદબોધન કર્યું હતું.આ કાર્યક્રમમાં સમગ્ર જિલ્લાની આશાવર્કર બહેનો સહિત બ્રહ્માકુમારી બહેનો ભાઇઓ તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
