ગાંધીનગર : યોગકોચ જિમિષા પટેલ દ્વારા યોગટ્રેનરોને યોગ તાલીમ પ્રમાણપત્ર વિતરણ કાર્યક્રમ યોજાયો
Live TV
-
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ગાંધીનગર જિલ્લામાં યોગ કોચ જિમિષા પટેલના માર્ગદર્શનમાં ૨૧ દિવસની યોગ તાલીમ મેળવેલ યોગ ટ્રેનરોને પ્રમાણપત્ર વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.આ કાર્યક્રમમાં ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનના કોર્પોરેટરઅને સ્ટેન્ડીંગ કમીટી ચેરમેનશ્રી દેવેન્દ્રસિંહ ચાવડા, કોર્પોરેટરશ્રી નિતીનભાઇ પટેલ, કોર્પોરેટરશ્રી કાર્તિકભાઈ પટેલ , કોર્પોરેટર અનેગુરુકુલ સ્કૂલના HOD શ્રી નિલાબેન શુકલાઉપસ્થિત રહ્યા હતા. ઉપસ્થિત મહેમાનશ્રીઓએ યોગ ના પ્રચાર પ્રસાર ગામે ગામ થાય તેમાં તેમનો સહયોગ આપવાની જાહેરાત કરી યોગનું મહત્વ વર્તમાન સમયમાં સમજાવ્યું હતું. આ સંપૂર્ણ કાર્યક્રમ ACE એજ્યુકેશનનાહેડ અને યોગ ટ્રેનર શ્રી અમિતભાઈ દવેના માર્ગદર્શન હેઠળ આયોજીત થયો હતો અને આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શ્રી દિવ્યાબેન દવે દ્વારા કરવામાં આવ્યું અને તેમનેયોગ ટ્રેનરો ની જવાબદારી કોરાનાની મહામારી વધી જાય છે તે વિશે સરસ માહિતી આપી હતી.આ કાર્યક્રમમાં ૫૦ યોગટ્રેનરોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.અને તા.૦૧/ ૦૯/૨૦૨૦ના રોજથીસરકારશ્રીના નિયમો અને ગાઇડલાઇન અનુસાર ગાંધીનગર જિલ્લામાં આ યોગ ટ્રેનરો દ્વારા નિઃશુલ્ક યોગ તાલીમ કેન્દ્રો શરૂ કરવામાં આવશે. જેથી ગાંધીનગર જિલ્લામાં હર્ષ અને ઉત્સાહની લાગણી પ્રસરી છે.
