Skip to main content
Settings Settings for Dark

પંચમહાલઃ ફ્રોઝન સિમેન સ્ટેશનનું લોકાર્પણ, પશુપાલકોને બીજદાનમાં થશે ફાયદો

Live TV

X
  • પંચમહાલ જિલ્લાના ગોધરા નજીક આવેલા ધનોલ ગામે પંચમહાલ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ દ્વારા સંચાલિત ફ્રોઝન સિમેન સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રંસગે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા અને રાજ્ય કક્ષાના પશુપાલન મંત્રી બચુભાઈ ખાબડ ઉપસ્થિતિ રહ્યાં હતા.

    આ ફ્રોઝન સિમેન સ્ટેશનને લઈને આગામી સમયમાં પંચમહાલ દાહોદ અને મહીસાગર જિલ્લાના પશુપાલકોને બીજદાનની પ્રક્રિયામાં ફાયદો થશે. રૂપિયા ૧૦.૮૨ કરોડના ખર્ચે તૈયાર થયેલા ફ્રોઝન સિમેન સ્ટેશનનું સંચાલન પંચમહાલ ડેરી દ્વારા કરવામાં આવશે.

    અંદાજે ૫ એકરમાં બનેલા ફ્રોઝન સિમેન સ્ટેશનમાં સિમેન પરીક્ષણ માટે લેબોરેટરી પણ બનાવવામાં આવી છે. ત્યારે રાજ્યમાં ભારે વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન બાબતે કેબિનેટ મંત્રીએ આશ્વાસન આપ્યું હતું કે, જે વિસ્તારોમાં વધુ નુકસાન થવા પામ્યું છે, તે વિસ્તારોમાં સરવેની કામગીરી કરીને જરૂરી સહાય મળી રહે તે દિશામાં સરકાર હાલ વિચારી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply