અમદાવાદઃ કેરળ સમાજના લોકોએ ફૂડ વિતરણ થકી ઓણમ પર્વની કરી ઉજવણી
Live TV
-
સમગ્ર દેશની જેમ અમદાવાદમાં પણ કેરળ સમાજ દ્વારા ઓણમ પર્વની ઉજવણી થઇ રહી છે. કોરોના મહામારીને કારણે આ વર્ષે પરંપરાગત ઉજવણીની સાથેસાથો પર્વ ઉજવણી ફ્રન્ટલાઇન કોવિડ વોરિયર્સને પણ સમર્પિત રહેશે.
ઓણમ પર્વે સંગઠન દ્વારા અમદાવાદ અને ગાંધીનગરમાં આવેલી કોવિડ હોસ્પિટલમાં કોરોના વોરિયર્સને બિરદાવવા તેમને કેરળની ઓણમ તહેવારની વાનગીઓની ભેટમાં આપવામાં આવી હતી. મહામારીના સમયમાં આ સંગઠને વંચિતોને ફુડ કીટ વિતરણ કરવા ઉપરાંત લોકડાઉનમાં ફસાઇ ગયેલા કેરળવાસીઓને સ્વદેશ પહોંચાડવામાં પણ મદદ કરી હતી.
