સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતો માટે માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો
Live TV
-
સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડ ખાતે ખેડૂતોને વિવિધ યોજનાઓ અંગે માહિતગાર કરવા એક માર્ગદર્શન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સરદાર પટેલ સહભાગી જળ સંચય યોજનાના ચેરમેન ભરતભાઈ બોઘરા અને સાંસદ નારણભાઇ કાછડીયા ખાસ ઉપસ્થિત રહ્યાં હતા.
સાંસદ નારણભાઇ કાછડીયાએ ઉપસ્થિત તમામ ખેડૂતમિત્રોને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, ભારત કૃષિ પ્રધાન દેશ છે. ભારતના અર્થતંત્રને ગામડાના ખેડૂત સાથે સીધો સંબંધ છે. જો ગામડાનો ખેડૂત મજબૂત બનશે તો જ આ દેશનું અર્થતંત્ર મજબૂત બનશે.
અમરેલી જિલ્લામાં વરસાદને કારણે ખેડૂતોને થયેલા નુકસાન અંગે તેમણે જણાવ્યું કે, સરકાર ખેડૂતોની સાથે છે. વરસાદથી થયેલા નુકસાનનો સરવે કરીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે એવી તેમણે ખેડૂતોને ખાતરી આપી હતી.
