દમણ સમાજ કલ્યાણ વિભાગ દ્વારા અનાથ બાળકોમાં શૈક્ષણિક કીટનું વિતરણ
Live TV
-
કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં બાળ સંરક્ષણ સમિતિ, સમાજ કલ્યાણ વિભાગ દ્વારા મોટી દમણ સચિવાલય સભાખંડ ખાતે 'નન્હે હાથ કલમ કે સાથ' કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો ઉદેશ્ય દેખરેખ અને સલામતીની જરૂરિયાતવાળા બાળકો જેવા કે અનાથ અને માતા-પિતાવિનાના એકલા બાળકોને શિક્ષણ સાથે જોડી રાખવાનો હતો. તેમને પ્રોત્સાહિત કરવા શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે સંઘપ્રદેશ પ્રશાસકના સલાહકાર એ.કે.સિંહ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમ અંતર્ગત દાદર નગર હવેલી અને દમણ-દીવના કુલ 1200 જેટલા બાળકો નક્કી કરવામાં આવ્યા હતા. આ તમામ બાળકોને સંબંધિત સ્કૂલોમાં શેક્ષણિક કિટ પ્રદાન કરવામાં આવશે. જે અંતર્ગત પ્રતીક તરીકે 15 બાળકોના વાલીઓને કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું.
