બનાસકાંઠાઃ ખેડૂત માર્ગદર્શન કાર્યક્રમ, મોટી સંખ્યામાં ખેડૂતો રહ્યા હાજર
Live TV
-
મુખ્યમંત્રી કિસાન સહાય યોજના અંતર્ગત બનાસકાંઠા જિલ્લા થરાદ માર્કેટયાર્ડ અને ડીસા તાલુકાના ભોયણ ખાતે રાજ્યના શ્રમ અને રોજગાર તથા ડીઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના મંત્રી દિલીપકુમાર ઠાકોરના અધ્યક્ષસ્થાને કાર્યક્રમ યોજાયો હતો.
આ પ્રસંગે મંત્રી દિલીપકુમાર ઠાકોરે જણાવ્યું કે, કરા, માવઠુ, અતિવૃષ્ટિ કે દુષ્કાળ જેવી પરિસ્થિતિમાં ખેડૂતોને બેઠા કરવા અને આર્થિક મદદ કરવા રાજય સરકારે આ યોજના અમલી બનાવી છે.રાજ્ય સરકારના કૃષિ મહોત્સવ અભિયાન લીધે ખેડૂતોની જાગૃતિમાં નોંધપાત્ર વધારો થયો છે. ખેડૂતો વૈજ્ઞાનિક પધ્ધતીથી ખેતી કરતા થયા છે તેના લીધે ગુજરાતની ખેતી સમગ્ર દેશમાં આદર્શ અને પ્રેરણાદાયી છે.
તેમણે કહ્યું કે, વર્ષ-૨૦૧૯-૨૦માં બનાસકાંઠા જિલ્લામાં ખેતીવાડી વિભાગની તમામ યોજનામાં ૮૦,૪૭૩ ખેડૂતોને રૂ. ૪૩.૫૯ કરોડની સહાય તેમના બેંક ખાતામાં જમા કરાવવામાં આવી છે. આ પ્રસંગે બનાસકાંઠા સાંસદ પરબતભાઇ પટેલે જણાવ્યું હતું કે રાજય સરકારના પારદર્શક વહીવટથી ખેડૂતોને પૂરતી સહાય મળી રહે છે. આ કાર્યક્રમમાં પદાધીકારીઓ, અધિકારીઓ-કર્મચારીઓ અને વિશાળ સખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.
