પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટે જોબ ફેરનું આયોજન
Live TV
-
કોરોના મહામારી વચ્ચે પંચમહાલ જિલ્લા રોજગાર કચેરી દ્વારા મહિલાઓ માટેનો ખાસ ઓનલાઈન જોબ ફેર યોજવામાં આવ્યો હતો. જેમાં ૬૦ જેટલી બહેનોએ ઇન્ટરનેટના માધ્યમથી જોડાઈને આ ભરતી પ્રક્રિયામાં ભાગ લીધો હતો.
માત્ર મહિલાઓ માટે જ આયોજીત કરવામાં આવેલ આ જોબ ફેરમાં હાલોલ ખાતે આવેલી મલ્ટી નેશનલ કંપની એમજી મોટર્સને ખાસ આમંત્રિત કરવામાં આવી હતી. એમજી મોટર્સ દ્વારા મુખ્ય પ્રોજેક્ટ માટે ટ્રેઈની ઉમેદવાર અને એપ્રેન્ટિસ માટે મહિલા ઉમેદવારો માટેની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
આ ઓનલાઇન ભરતી મેળામાં ભાગ લેનાર બહેનોને સ્વરોજગાર યોજનાઓની માહિતી પણ મળી રહે તે માટે જિલ્લા ઉદ્યોગ કચેરી, લીડ બેંક અને વડોદરાની સ્વરોજગાર સંસ્થાઓને ખાસ આમંત્રિત કરવામાં આવ્યા હતા.
