Skip to main content
Settings Settings for Dark

ગીર-સોમનાથમાં શિંગોડા ડેમનો એક દરવાજો 6 ઈંચ ખોલ્યો

Live TV

X
  • ગીર જંગલમાં ભારે વરસાદને કારણે ગીરમાંથી નીકળતી શીંગવડા નદી પર બાંધવામાં આવેલા શિંગોડા ડેમમાં વિપુલ માત્રામાં પાણીની આવક થતાં, ડેમનો એક દરવાજો 6 ઈંચ ખોલવામાં આવ્યો છે. ગીર સોમનાથનો આ શિંગોડા ડેમ ગિરગઢડા તાલુકાનાં જામવાળા સ્થિત જંગલ વિસ્તારમાં આવેલો છે. આ ડેમમાં વિપુલ માત્રામાં પાણીનો સંગ્રહ થયો છે. ખેડૂતો,આમ નાગરિકો અને વન્ય પ્રાણીઓ માટે આ ડેમ જીવાદોરી સમાન છે. આ ડેમમાં, બે નદી અને ગિર જંગલમાંથી પસાર થતા અનેક નાના મોટા ઝરણાનું પાણી સંગ્રહાય છે. કોડીનારની શિંગવડા નદીનાં ઉપરવાસમાં કોડીનારથી ૨૫ કિલોમીટર દુર ૧૯૮૦માં બાંધવામાં આવેલો શીંગોડા ડેમ તેની પૂર્ણ સપાટી - ૬૧ ફૂટે ભરાઈ ગયો છે. જંગલ વિસ્તારમાં આવેલો શીંગોડા ડેમ, ગીર સોમનાથ જીલ્લામાં સૌથી વધુ ઊંચાઈ, તેમજ ૧૪ કિલોમીટર જેટલો સ્ત્રાવ વિસ્તાર ધરાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply