Skip to main content
Settings Settings for Dark

ગુજરાતમાં પ્રવાસીઓને આકર્ષવા ત્રિદિવસીય સેમિનાર યોજાયો

Live TV

X
  • પ્રવાસન મંત્રી વાસણભાઈ આહિર સહિત મહાનુભાવોએ પ્રવાસન ક્ષેત્રોને વિશ્વકક્ષાની પ્રસિદ્ધિ અપાવવા ભાર આપ્યો

    રાજ્યમાં આવેલા સ્થાનિક પ્રવાસ સ્થળોનો યોજનાબદ્ધ વિકાસ થાય અને બહારથી આવતા પ્રવાસીઓમાં વધારો કરવા માટે રાજ્ય સરકારે અભિયાન હાથ ધર્યું હોવાનું પ્રવાસનમંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું. ગુજરાત રાજ્યમાં પ્રવાસીઓને વધુ આકર્ષવાનાં હેતુથી અમદાવાદ ખાતે એક ત્રિ-દિવસીય સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેને મંત્રી વાસણભાઈ આહિર અને પ્રદીપસિંહ જાડેજાની ઉપસ્થિતિમાં વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ સેમિનારમાં સરકાર અને પ્રવાસન ક્ષેત્રે જોડાયેલી સંસ્થાઓનો પાંચસો થી વધારે પ્રતિનિધિઓએ ભાગ લીધો છે. અને રાજ્યનાં સ્થાનિક પ્રવાસન ક્ષેત્રોને વિશ્વકક્ષાની પ્રસિદ્ધિ આપવા માટે સહભાગી બનશે. સ્વતંત્રતા પર્વ નિમિત્તે પ્રધાનમંત્રીએ લાલ કિલ્લા પરથી આપેલા પ્રવચનમાં સ્થાનિક પર્યટન સ્થળોને વિકસાવવાનો જે વિચાર આપ્યો છે, તેને ગુજરાત પ્રથમ મૂર્તિમંત કરશે, તેમ મંત્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply