Skip to main content
Settings Settings for Dark

જન્મતાવેંત માતાની હૂંફ ગુમાવનાર બાળકીને DDOએ અપનાવી

Live TV

X
  • નિરાધાર બાળકીને સરકારી અધિકારી દંપતિએ દત્તક લઈ સમાજને આપ્યું ઉત્તમ ઉદાહરણ

    કીડી માટે કણ અને હાથી માટે મણની વ્યવસ્થા કુદરતે કરી રાખી છે. આ વાત યથાર્થ રીતે આણંદ શહેરની એક ઘટના પરથી સાબિત થાય છે. મૂળ યુપીના અને હાલ આણંદ ખાતે આઈએએસ ઓફિસર તરીકે સેવા આપતા અમિત પ્રકાશ યાદવ અને તેમના પત્ની આણંદ ડીસ્ટ્રીક કોર્ટમાં સિવિલ જ્જ તરીકે ફરજ બજાવે છે. આ દંપતી ત્રણ તારીખના રોજ વાસદ રેફરલ હોસ્પિટલમાં દર્દીઓની સૌજન્ય મુલાકાતે હતા. ત્યાં દંપતિને સમાચાર મળ્યા કે, પ્રસુતિ દરમિયાન નવજાત બાળકીની માતાનુ મૃત્યુ થયું હતું. અને ગરીબ પરિવારની નવજાત બાળકી સાથે લોહીની સગાઈ ન હોવા છતા મા હ્રદયની લાગણીને વશ થતા ચિત્રારતનું યાદવે મા વગરની દીકરીને કાયદા પ્રક્રિયા સાથે દત્તક લેવાનો નિર્ણય કર્યો હતો. માતા- પિતાનો અસીમિત પ્રેમ આપવાનું નક્કી કરનાર આ દંપતીએ સમાજમાં નોખુ ઉદાહરણ સ્થાપિત કર્યું છે. ઉલ્લેખનીય છે કે, આ દંપતીને એક પુત્ર પણ છે..દતક લીધેલી આ બાળકીને જિલ્લા વિકાસ અધિકારી અને તેમની પત્નીએ જિલ્લામાંથી પસાર થતી મહીસાગર નદીના નામ પર થી મહી નામ આપ્યું હતું, આજે આ માસુમ અને ફૂલ ગુલાબ જેવી મહીને પોતાની માતા જયારે આ દંપતીને એક દીકરી પ્રાપ્ત થઇ છે. આમ આ સરકારી અધિકારી દંપતીએ સમાજમાં એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડી બેટી બચાવો બેટી પઢાઓનું સૂત્ર સાર્થક કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply