ગોધરામાં સ્ત્રી સંરક્ષણના કાયદા અંગે તાલીમ શિબિર યોજાઇ
Live TV
-
બંધારણ દિવસ નિમિતે મહિલા આયોજના ઉપક્રમે નારી સંમેલન અને કાયદાકીય શિબિરનું આયોજન
સરકાર દ્વારા મહિલાઓને સ્ત્રી રક્ષણના કાયદા વિશે માહિતી માટે તાલીમ શિબિર યોજવામાં આવે છે, ત્યારે બંધારણ દિવસની ઉજવણી નિમિત્તે રાજ્યના મહિલા આયોગના ચેરમેન લીલાબેન અંકોલિયાની ઉપસ્થિતિમાં ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને જિલ્લા પંચાયત ના સંયુકત ઉપક્રમે નારી સંમેલન અને કાયદાકિય શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, આ નારી સંમેલન નો મુખ્ય હેતુ નારી અદાલતની સમજ તેમજ મહિલા સશક્તિકરણ અને મહિલા વિષયક યોજનાઓની જાણકારી આપી શકાય તેવો હતો, આ કાયદાકિય જિલ્લા પોલીસ વડા ડો લીના પાટીલ દ્વારા મહિલાઓને રક્ષણ આપતા કાયદાઓ વિશે સમજ આપવામાં આવી હતી અને ભવિષ્યમાં કોઈ સમસ્યા ઉદભવે તો કેવા કાયદાકિય પગલાં લઈ શકાય / જેવી બાબતો પર ચર્ચા કરવામાં આવી હતી,આ શિબિરમાં મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી મહિલાઓ ઉપસ્થિત રહી હતી, અને કાયદાકિય સમજ મેળવી હતી.
