દીવમાં રોજગારી અંગે જાગ્રૃતતા કાર્યક્રમ યોજાયો
Live TV
-
રોજગારી આપવા મહિલાઓને દરેક પ્રકારની મદદની ખાતરી આપવામાં આવી
દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, અમદાવાદના સહકારથી એક દિવસીય પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ વિષય પર માહિતી અને જાગ્રુતતા કાર્યક્રમનુ આયોજન દિવમાં કરવામાં આવ્યું. બ્લોક ડેવલપમેન્ટ ઓફિસર ચન્દ્રહાસ વાજાનાં માર્ગદર્શન હેઠળ દીનદયાલ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અને ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, અમદાવાદના સહકારથી એક દિવસીય પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ / વણાકબારા શિવસદન હોલ ખાતે માહિતી અને જાગ્રુતતા કાર્યક્રમનુ આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં ખાદી અને ગ્રામોદ્યોગ આયોગ, અમદાવાદના સ્ટેટ કો-ઓર્ડીનેટર સંજય હડગાવ દ્વારા પાવર પોઈન્ટ પ્રેજેંટેશન થકી પ્રધાનમંત્રી રોજગાર સૃજન કાર્યક્રમ પર માહિતી આપી હતી. દીવ પ્રસાસન દ્વારા દરેક સેલ્ફ હેલ્પ ગ્રુપની મહિલાઓને દરેક પ્રકારની મદદ કરવામાં આવશે તેવી ખાતરી આપવામાં આવી હતી.
