Skip to main content
Settings Settings for Dark

ચંદ્ર ગ્રહણને લઈ રાજ્યના મુખ્ય મંદિરોના કાર્યક્રમોમાં કરવામાં આવ્યા ફેરફાર જાણો વિગતે

Live TV

X
  • ખગ્રાસ ચંદ્ર ગ્રહણ હોય શાસ્ત્રોક્ત રીતે નોંધનીય આ ગ્રહણને લઈ મંદિરોના કાર્યક્રમોમાં ફેરફાર

    આજે અષાઢી પૂનમ છે ને સાથે ગુરુપૂર્ણિમા પણ છે ગુરુપૂર્ણિમાને લઈ સંતગુરુઓના આશ્રમો શિષ્યોથી ઉભરાયેલા જોવા મળી રહ્યા છે ત્યારે આજે ચંદ્રગ્રહણ પણ હોઈ મોટા મંદિરો સાંજ પછી બંધ રહેવાના હોવાથી યાત્રાધામ અંબાજી મંદિરમાં ભક્તોની ભારેભીડ ઉમટીપડી હતી માનવામાં આવે છે કે આ ચંદ્રગ્રહણનો સંયોગ 149 વર્ષ બાદ આવ્યો છે ને ચંદ્રગ્રહણ પૂર્વે પૂજાપાઠ ઉપર વેદ લાગતો હોવાથી તે સમયદરમિયાન પૂજાપાઠ ન થઈ સકતા અંબાજી મંદિર આજે સાંજે 4.30 કલાક બાદ આવતી કાલ સવારના 9 વાગ્યા સુધી બંધ રહેનાર હોવાથી પુનમિયાંઓ સહિત અન્ય યાત્રિકોનો ઘોડાપુર અંબાજી ખાતે ઉમટી પડ્યું  હતું,  અને માતાજીના દર્શનનો લાભ લીધો હતો.

    ખગ્રાસ ચંદ્ર ગ્રહણ થવાનું હોય ત્યારે શાસ્ત્રોક્ત રીતે નોંધનીય આ ગ્રહણને લઈ સોમનાથ મંદિરમાં કાર્યક્રમોમાં ફેરફાર કરવામાં આવનાર છે. ગ્રહણનો વેધ બેસે ત્યારથી ગ્રહણના ક્ષય સુધી સોમનાથ મંદિરમાં તમામ પૂજા તથા આરતીના કર્યો બંધ રહેશે જોકે મંદિર શ્રદ્ધાળુઓ માટે રાબેતા મુજબ ખુલ્લું મુકવામાં આવશે.

    ગ્રહણનો વેધ બેસવાનો સમય આજે  4 વાગ્યાનો પંચાંગ મુજબ જોવા મળે છે જેની અસરથી પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મંદિર તેમજ સોમનાથ ટ્રસ્ટ હસ્તકના અન્ય તમામ મંદિરોમાં જેવાકે ભાલકા તીર્થ, ગીતા મંદિર, શ્રીકૃષ્ણ પાદુકા મંદિર  જેવા તમામ મંદિરમાં આજે બપોરે 04:00 વાગ્યાથી કોઇપણ પ્રકારની પૂજાવિધિ કરવામાં આવશે નહિ તેમજ આ તમામ મંદિરોમાં સાયં આરતી પણ બંધ રહેશે.
    તેમજ શ્રી સોમનાથ મંદિર નિયત સમય પ્રમાણે સવારના 6 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે મંદિર રાબેતા મુજબ ખુલ્લુ રહેશે. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply