છોટાઉદેપુર ખાતે નગરના મુખ્ય જાહેર સ્થળો પર આધુનિક વોટર ATM નું લોકાર્પણ કરવામાં આવ્યું
Live TV
-
છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવા માટે એક મહત્વપૂર્ણ પહેલ શરૂ કરવામાં આવી છે. સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે નગરના મુખ્ય જાહેર સ્થળો પર આધુનિક વોટર ATM નું લોકાર્પણ કરવામાં આવ્યું. નગરના લોકો, મુસાફરો અને આસપાસના ગ્રામજનો હવે સરળતાથી શુદ્ધ પાણી મેળવી શકશે. વિશેષ બાબત એ છે કે, આ વોટર એટીએમ ખૂબ જ નજીવા દરે સેવા આપશે. એક રૂપિયામાં એક લિટરના નજીવા દરે લોકોને શુદ્ધ અને ઠંડુ પીવાનું પાણી ઉપલબ્ધ થશે.
