છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે પારંપરિક ગેરનો મેળો યોજાયો
Live TV
-
છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે આદિવાસી સંસ્કૃતિ અને પરંપરાની ઝાંખી કરાવતો સુપ્રસિધ્ધ અને પારંપરિક ગેરનો મેળો યોજાઈ ગયો. ખુલ્લા વિશાળ મેદાનમા આયોજિત મેળામાં મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, છત્તીસગઢ સહીતનાં પ્રાન્તનાં લોકનૃત્ય યોજાયા હતા. કવાંટ તાલુકો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર એમ બે રાજ્યોની સરહદે આવેલો હોવાથી ગુજરાત સહિત ત્રણેય રાજ્યના આદીવાસીઓની વિશેષ સાંસ્કૃતિક પરંપરા અને જિવન શૈલીનો અનોખો સંગમ જોવા મળે છે, વર્ષ દરમિયાન લીધેલી બાધાઓ પરિપુર્ણ થતા પોતાના ઈષ્ટ દેવને આપેલા વચનને નિભાવવા આદીવાસીઓ આદીમાનવ સહિત ગેરૈયાઓના વિવિધ સ્વરુપ ધારણ કરે છે. મેળામા આદીવાસીઓ ઢોલ નગારા પાવાના તાલે ઘુઘરા બાંધી જે ટીમલી નૃત્ય કરે છે જે આકર્ષણનુ કેન્દ્ર બને છે, ત્યારે પોતાના પૂર્વજોની પરંપરા અને સંસ્કૃતિને આજની નવી યુવા પેઢીએ જાળવી રાખી છે.
