જામનગરમાં યાયાવર પક્ષીઓ અંગે માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવ્યો
Live TV
-
જામનગરમાં લાખોટા નેચર ક્લબ અને બીએનએચએસ દ્વારા યાયાવર પક્ષીઓ અંગે માર્ગદર્શક સેમિનાર યોજવામાં આવ્યો હતો. આ સેમિનારમાં યાયાવર વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર્સ અને બર્ડ વોચરને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભૌગોલિક દ્રષ્ટિએ જામનગર વિશાળ દરિયાકિનારો ધરાવે છે.
અહીં દેશ-વિદેશથી પક્ષીપ્રેમીઓ આવે છે. જે પક્ષીઓનું નિરીક્ષણ કરે છે અને તેની દિનચર્યાં જાણે છે. બોમ્બે નેચર હિસ્ટ્રી સોસાયટી અને લાખોટા નેચર ક્લબ દ્વારા યાયાવર પક્ષીઓ અંગેનો માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો. જેમાં બહોળી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ એ ભાગ લીધો હતો. નોંધનિય છે કે બોમ્બે નેચર હિસ્ટ્રી સોસાયટી વર્ષ 1883 એટલે કે છેલ્લા 136 વર્ષો થી પક્ષીઓના સંવર્ધન માટે કાર્યરત છે.
અત્યાર સુધી માં આ સોસાયટી દ્વારા એક લાખથી પણ વધુ પક્ષીઓનું ટેગિંગ કરવામાં આવ્યું છે અનેક વખત ખીજડીયા પક્ષી અભ્યારણમાં આવતા યાયાવર પક્ષીઓને રિંગ પહેરાવી તે કયા દેશમાંથી આવે છે અને તે ફરી કયા દેશમાં જાય છે તે અંગે માહિતી મેળવવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.
