Skip to main content
Settings Settings for Dark

વિજાપુરમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરાયું

Live TV

X
  • વિજાપુરમાં મતદાર જાગૃતિ અભિયાન અંતર્ગત બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. વિજાપુર મામલતદાર દ્વાર રેલીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. રેલીમાં વિજાપુરના નાગરિકો અને સરકારી કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા. આ રેલી અંતર્ગત લોકશાહીના પર્વની ઉજવણી મત આપીને કરવા માટે લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. રેલી દ્રારા લોકોને રાષ્ટ્રહિતમાં યોગ્ય જનપ્રતિનિધિને વોટ આપવા અને નાગરિક તરીકેની પોતાની ફરજ અદા કરવા માટે જનતાને અપીલ કરવામાં આવી હતી. બાઇક રેલી શહેરના મુખ્ય માર્ગ પર ફરી હતી. રેલીના સમાપનમાં લોકોને ફરજીયાત મતદાન કરવા માટેના શપથ પણ લેવડાવવામાં આવ્યાં હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
apply