જયપુરની આ મીઠાઈ ‘સ્વર્ણ પ્રસાદમ’ એ ભારતમાં મચાવી ધૂમ, જાણો કેમ છે આટલી મોંઘી
Live TV
-
જયપુરની આ મીઠાઈ ‘સ્વર્ણ પ્રસાદમ’ એ ભારતમાં મચાવી ધૂમ, જાણો કેમ છે આટલી મોંઘી
દિવાળીના તહેવારને લઈને સામાન્ય રીતે વિવિધ મીઠાઈઓની માંગ વધતી હોય છે, પરંતુ આ વર્ષે જયપુરની એક ખાસ મીઠાઈ 'સ્વર્ણ પ્રસાદમ' (Swarna Prasadam) એ તેની કિંમત અને સ્વાદને કારણે આખા દેશમાં ચર્ચા જગાવી છે. 'તહેવાર સ્વીટ્સ' (Tyohar Sweets) ના ઓનર અંજલિ જૈન દ્વારા તૈયાર કરાયેલી આ મીઠાઈને તેઓ ફક્ત જયપુર જ નહીં, પરંતુ સમગ્ર ભારતની સૌથી મોંઘી મીઠાઈ ગણાવે છે.
કિંમતનો રહસ્ય: મોંઘા અને સ્વાસ્થ્યવર્ધક ઇન્ગ્રીડિઅન્ટ્સ
'સ્વર્ણ પ્રસાદમ' ની આશ્ચર્યજનક ઊંચી કિંમત પાછળ તેમાં ઉપયોગમાં લેવાયેલા પ્રીમિયમ અને દુર્લભ ઘટકો છે. અંજલિ જૈનના જણાવ્યા અનુસાર, આ મીઠાઈને ચિલગોજા (Pinenuts), કેસર, સ્વર્ણ ભસ્મ (Gold Bhasma) અને ચાંદી જેવા મોંઘા ઇન્ગ્રીડિઅન્ટ્સમાંથી બનાવવામાં આવી છે. આમાંના કેટલાક ઘટકોની કિંમત પ્રતિ ગ્રામ હજારોમાં હોય છે, જે મીઠાઈની અંતિમ કિંમતને પણ એટલી જ ઊંચી બનાવે છે.
આ મીઠાઈનો બેઝ ચિલગોજા થી તૈયાર કરાયો છે અને તેને સ્વર્ણ ભસ્મ, કેસર તથા જૈન મંદિરના ખાસ વર્કથી શણગારવામાં આવી છે. તેની ઉપરની પરત પર ગ્લેઝિંગ પણ સ્વર્ણ ભસ્મથી કરવામાં આવ્યું છે.
માત્ર VIP ગ્રાહકોમાં લોકપ્રિય અને જ્વેલરી બોક્સમાં પેકિંગ
આ પ્રીમિયમ કિંમતના કારણે 'સ્વર્ણ પ્રસાદમ' સૌ કોઈ ખરીદી શકતું નથી. જોકે, તહેવારની સિઝનમાં લોકો તેને પીસના હિસાબથી ખરીદે છે, કારણ કે એક પીસની કિંમત પણ હજારોમાં હોય છે. આ મીઠાઈ ખાસ કરીને VIP ગ્રાહકો વચ્ચે લોકપ્રિય છે.
આ મીઠાઈને વધુ ખાસ બનાવવા માટે, તેનું પેકિંગ પણ જ્વેલરી બોક્સ (Jewellery Box) માં કરવામાં આવે છે, જે તેની પ્રીમિયમ કિંમત અને વિશિષ્ટતાને અનુરૂપ છે.
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટમાંથી મીઠાઈ ઉદ્યોગના પ્રયોગકર્તા
આ અસામાન્ય મીઠાઈ બનાવનાર અંજલિ જૈન પોતે વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (CA) છે. તેમણે અગાઉ આઇટી કંપની વિપ્રો માં પણ નોકરી કરી છે. હવે તેઓ 'તહેવાર સ્વીટ્સ' ને આગળ વધારી રહ્યા છે અને રોજ નવી નવી મીઠાઈઓ પર પ્રયોગો કરતા રહે છે.
'તહેવાર સ્વીટ્સ' પર બદામ, પિસ્તા પેસ્ટ, બ્લૂબેરી, વાઈટ ચોકલેટ, મેકડામિયા નટ્સ, સોલ્ટેડ બટર કેરેમલ અને બિસ્કોફ જેવા આધુનિક ઇન્ગ્રીડિઅન્ટ્સનો ઉપયોગ કરીને વિવિધ મીઠાઈઓ તૈયાર થાય છે, જેની બજારમાં હંમેશા માંગ રહે છે. આ દિવાળી સિઝનમાં 'સ્વર્ણ પ્રસાદમ' તેમની સૌથી વધારે ચર્ચામાં રહેલી પ્રોડક્ટ છે.
