Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં કુતૂહલ: બહારથી લીલા પણ અંદરથી 'પીળા અને કેસરી' તરબૂચનું આગમન

Live TV

X
  • જામનગરમાં કુતૂહલ: બહારથી લીલા પણ અંદરથી 'પીળા અને કેસરી' તરબૂચનું આગમન

    ઉનાળાની કાળઝાળ ગરમીમાં ઠંડક આપતા તરબૂચ બજારમાં આવી ગયા છે, પરંતુ આ વખતે જામનગરના ફ્રૂટ માર્કેટમાં માત્ર લાલ જ નહીં, પણ પીળા અને કેસરી રંગના તરબૂચ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. દેખાવમાં સામાન્ય તરબૂચ જેવા જ લાગતા આ ફળને જ્યારે કાપવામાં આવે છે, ત્યારે તેમાંથી નીકળતો પીળો અને કેસરી રંગ જોઈને ગ્રાહકો આશ્ચર્યચકિત થઈ રહ્યા છે.

    થાઈલેન્ડથી મંગાવ્યું મોંઘું બિયારણ

    આ અનોખા તરબૂચના પાક પાછળ ખેડૂતની મહેનત અને આધુનિક વિચાર રહેલો છે. જામનગરના પ્રગતિશીલ વેપારી અને ખેડૂતે આ ખાસ વેરાયટી માટે થાઈલેન્ડથી મોંઘા ભાવના બિયારણ મંગાવ્યા હતા. આ પાકને તૈયાર કરવા માટે સંપૂર્ણપણે ઓર્ગેનિક પદ્ધતિ (સેન્દ્રીય ખેતી) અપનાવવામાં આવી છે, જેના કારણે તે સ્વાસ્થ્ય માટે પણ ઉત્તમ માનવામાં આવે છે.

    સ્વાદમાં મીઠા અને જોવામાં કલરફુલ

    ગ્રાહકોના જણાવ્યા અનુસાર, આ પીળા અને કેસરી તરબૂચ માત્ર જોવામાં જ સુંદર નથી, પરંતુ સ્વાદમાં પણ લાલ તરબૂચ કરતા વધુ મીઠા અને રસદાર છે. પીળું તરબૂચ અંદરથી ગોલ્ડન પીળા રંગનું અને સોફ્ટ ટેક્સચર ધરાવે છે. કેસરી તરબૂચ કેસરી રંગનો ગર (Pulp) ધરાવતું આ તરબૂચ જોતા જ ખાવાનું મન થઈ જાય તેવું હોય છે.

    લોકોમાં ભારે આકર્ષણ

    જામનગરના બજારોમાં અત્યારે આ 'કલરફુલ' તરબૂચ જોવા માટે લોકોની ભીડ ઉમટી રહી છે. વર્ષોથી લાલ તરબૂચ જોવાની ટેવ ધરાવતા નાગરિકો માટે આ નવો પ્રયોગ કુતૂહલનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર પણ આ અનોખા તરબૂચના ફોટા વાયરલ થઈ રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply