Skip to main content
Settings Settings for Dark

જૂનાગઢના સક્કરબાગ ઝૂમાં ત્રણ નવા મહેમાનોનું આગમન: વાઇલ્ડ માદા શ્વાને ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો

Live TV

X
  • જુનાગઢ સ્થિત સક્કરબાગ ઝૂમાં ત્રણ નવા મહેમાનોનું આગમન થયું છે. ઝૂ માં રહેલા વાઈલ્ડ માદા શ્વાને ત્રણ બચ્ચાઓને જન્મ આપ્યો છે, પાંચ મહિના પહેલા વિશાખાપટ્ટનમથી આવેલા પાંચ વાઈલ્ડ ડોગમાંથી એક માદા વાઈલ્ડ ડોગે મંગળવારે ત્રણ તંદુરસ્ત વાઈલ્ડ ડોગને જન્મ આપ્યો છે. જેમાંથી એક નર અને બે માદા બચ્ચા છે. તેની સાથે જ સક્કરબાગ ઝૂમાં વાઈલ્ડ ડોગની સખ્યામાં વધારો થયો છે. ઝુના વેટરનરી અધિકારીની નજર હેઠળ અને અનુભવી સ્ટાફ દ્વારા ૨૪ કલાક આ બચ્ચાઓનું સીસીટીવી કેમેરાથી મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. માતા વાઈલ્ડ ડોગના ખોરાકમાં વધારો કરીને તેના ભોજનમાં જરૂરી વિટામીન, મિનરલ્સ આપવામાં આવી રહ્યા છે. ત્રણેય બચ્ચાનું સમયાન્તરે વજન કરીને તેની તંદુરસ્તીની પણ કાળજી લેવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ છે કે, જૂનાગઢના નવાબ મહોબતખાન બીજા દ્વારા વર્ષ 1863 માં એટલે કે, આજથી 157 વર્ષ પહેલા સક્કરબાગ ઝૂની સ્થાપના કરવામાં આવી હતી. હાલમાં આ ઝુમાં 1500 થી વધુ પ્રજાતિના પ્રાણીઓ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
apply