વડોદરા: ઓલ ગુજરાત ફૂટબોલ સ્પર્ધાનું આયોજન
Live TV
-
વડોદરા ONGCની એમ્પ્લોઈઝ વેલફેર કમિટી દ્વારા ONGCના કર્મચારી અને ફુટબોલના ખેલાડી આર સી સક્સેનાનાં સ્મરણાર્થે 4 ફેબ્રુઆરીથી10 ફેબ્રુઆરી સુધી 39મી ઓલ ગુજરાત ફૂટબોલ સ્પર્ધા યોજવામાં આવી છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાતની 16 ટીમોએ ભાગ લીધો છે. ટુર્નામેન્ટની પ્રથમ મેચ ઇન્કમટેક્સ અમદાવાદ અને રેન્જર્સ FA વડોદરા ની વચ્ચે રમાઈ હતી. આ ટૂર્નામેન્ટના વિજેતાને રૂ. ૪૦ હજારની રકમ તેમજ રનર્સ અપને 25 હજારનું ઇનામ તેમજ ટ્રોફી આપવામાં આવશે. આ પ્રસંગે ઇડી બેઝિન મેનેજર એચ માધવન, સિડબ્લ્યુએસ હેડ સમીરકુમાર સહીત સ્વ.આર સી સક્સેનના પત્ની કુમુદ સક્સેના ઉપસ્થિત રહ્યા હતા
